BHARUCHNETRANG

નેત્રંગ : શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે ૨૭માં પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં પાટોત્સવની ઉજવણી.

નેત્રંગ : શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે ૨૭માં પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં પાટોત્સવની ઉજવણી

નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના ૨૭માં પાટોત્સવ નિમિત્તે સભા,આરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સ્વામિનારાયણ ભગવાને અનેક લીલા ચરિત્રો કર્યા તેમજ પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા હતા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે માટે અનેક કાર્યો કર્યા હતા. આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી હતી.

તો આ જ હેતુ સર યોગી ડિવાઇન સોસાયટીનાં પ્રણેતા બ્રહ્મસ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામી મહારાજે નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની ૨૬ વર્ષ પૂર્વે સ્થાપના કરી આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે જે ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તે નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે હજારો હરિભક્તો ઉપસ્થીતમાં ભક્તિમય માહોલમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.

નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભકતોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અનેરું કેન્દ્ર છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ રહેલું છે. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક સહિત ધાર્મિક પ્રવૃતિઓનું કેન્દ્ર છે.

આ પાટોત્સવમાં સવારે ૦૮ થી ૧૦ કલાક દરમિયાન પ.પૂ.આનંદસ્વરૂપ સ્વામી એ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરાવી હતી. ત્યાર બાદ પાટોત્સવ પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ પાટોત્સવ સભા ત્યાર બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ.પૂ.દાસ સ્વામી, પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી, પ.પૂ. હરિપ્રકશ સ્વામી, પ.પૂ.આનંદસ્વરૂપ સ્વામી, પ.પૂ. યોગીસ્વરૂપ સ્વામી, પ.પૂ.સ્તુતિપ્રકાશ સ્વામી તેમજ નવ દીક્ષિત સંતો તેમજ ૧૫૧ જેટલા વિવિધ સંપ્રદયોના સાધુ-સંતો, મહંતોની વિશેષ ઉપસ્થિતમાં આ ૨૭મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

સમગ્ર આ યોજાયેલ ૨૭માં પાટોત્સવમાં ડેકોરેશનથી લઇ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ આયોજ પ.પૂ.પ્રિયદર્શન સ્વામી ,પ.પૂ.સંત ચરણ સ્વામી અને પ.પૂ.સ્વયંસેવક સ્વામી દ્વારા ખુબ સુંદર વ્વસ્થા સહ ડેકોરેશન કરવામાં આવેલ છે

જે પ્રસંગે કિરણભાઈ મકવાણા – માજી ધારાસભ્ય, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા, સંદીપભાઈ માંગરોલા, શંકરભાઈ વસાવા, ભાણાભાઈ(UK), જે.જે(UK) બિપીનભાઈ, લાભશંકર મહારાજ, તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્તિથ રહ્યા હતા.

 

બોક્ષ -1

નેત્રંગ સાથે હરિપ્રસાદ સ્વામીજીનો અતૂટ નાતો હતો

દાસના દાસ આત્મીયપ્રેરક પૂ.હરિપ્રસાદ સ્વામીજી આદિવાસી વિસ્તારમાં પથદર્શક રહ્યા હતા. સમાજમાં ચાલતા દહેજપ્રથા, સ્ત્રીભ્રૂણ હત્યા, યુવકોમાં વ્યસનમુક્ત કુરિવાજો અને સત્સંગ સભામાં હરિપ્રસાદ સ્વામીજીને સને-1985ની સાલમાં ભરૂચ જિલ્લાના છેવાડાના નેત્રંગ વિસ્તારમાં તેમનાં પગલાં પડ્યાં. બાહુલ આદિવાસી વિસ્તાર હોવાથી ભગવાન સ્વામીનારાયણની સત્સંગસભા કરવાની ઈચ્છા હતી. આવા છેવાડા આદિવાસી વિસ્તારમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધારવા માટે નેત્રંગ હરિધામ સોખડા જેવું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે મંદિરમાં હરિભક્તો સવાર-સાંજ આરતી કરીને સત્સંગસભા થાય છે. જેનાથી આદિવાસી વિસ્તારમાં જીવનધોરક્કમાં સુધારો આવતાં ભરૂચ સહિત નર્મદા જિલ્લાના આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્રબિંદુ ગણાય છે. 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!