KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળામાં ઇકો કલબ જાંબુ દ્વારા આર્યુવેદીક ઉકાળા નું વિતરણ.

તારીખ ૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ઠંડી અને માવઠા ની બેવડી ઋતુ શરૂ થતા જ વિદ્યાર્થીઓ સૌથી વધુ હેરાન પરેશાન થાય છે તે છે શરદી-કફ, ઉધરસ. શરદી થાય કે માથાનો દુ:ખાવો, શરીરનું કળતર પણ શરૂ થઈ જાય છે.તેની સામે લડવા માટે શરીર માં રોગપ્રતિકારક શક્તિ ( ઇમ્યુનિટી પાવર ) વધારે હોવું આવશ્યક છે આથી ઇમ્યુનિટી વધારવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ તેમાં મુખ્યત્વે આર્યુવેદીક ઉકાળા નું મહત્વ ખૂબ છે. સાથે સાથે એની આડ અસર ન હોવાથી દરેક વ્યક્તિ તે ઉપચાર રૂપે લઇ શકે છે.હાલ ના સમયમાં ઋતુ જન્ય બીમારી સામે લડવા માટે બોરુ પ્રાથમિક શાળાને ઇકો કલબ જાંબુના કન્વીનર રંજનબેન પટેલ અને ઇકો કલબના સભ્યો દ્વારા શાળામાં ઔષધી વનમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ તુલસી, અરડૂસી નો ઉપયોગ કરી હળદર,મરી પાવડર અને લીંબુ નીચોવી શાળા ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણને ઉકાળાનું વિતરણ કર્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ ઇકો કલબના તમામ સભ્યોની सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।ની ભાવનાને બિરદાવી હતી અને આ ઉત્તમ ઉપાય રૂપ આર્યુવેદી ઉપચાર વધુ કારગર સાબિત થયેલ છે જેની સાથે સાથે દિવસમાં 30 મિનિટ યોગ અને કસરત કરવા પ્રેરણા આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!