AHAVADANG

ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન ખેડા ખાતે અભ્યાસ કરી રહેલ, ડાંગ જિલ્લાના યુવા બોક્સર ખેલાડી શ્રી ધર્મેશભાઇ ગાવિત આગામી એપ્રિલ મહિનામા ઓડિશામા યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો છે. યુનિવર્સીટીની રમતમા પસંદગી પામેલ આ વિદ્યાર્થીનુ નેશનલ સિલેકશન તારીખ 16-12-2022 ના રોજ ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન મહેમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા 46 to 48 વેઇટ કેટેગરીમા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામા આવ્યુ છે. જે બાદ હવે આગામી તારીખ 4-4-2023 ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાનો વિધ્યાર્થી ભાગ લેશે. શ્રી ધર્મેશભાઇ ગાવિત ખેડા જિલ્લાના મહેમદાવાદમા આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમા બી.પી.એડનો અભ્યાસ કરી રહ્યો છે. ધર્મેશની આ સિધ્ધિ બદલ કોલેજ પરીવારે તેઓને શુભકામનાઓ પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!