KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં સમસ્ત હિંદુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ઉજવણી: શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

તારીખ ૩૦ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ હિન્દૂ સંગઠનના કાર્યકરો દ્વારા પાછલા અનેક વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મદિન ને એક મહા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ મહા ઉત્સવની ઉજવણી અત્યંત રંગેચંગે કરવામાં આવી હતી. શ્રી રામ જન્મદિન ઉજવણી અનુસંધાને કાલોલ ખાતે દિવસ દરમ્યાન રામધૂન, મહાઆરતી, ધર્મસભા તેમજ શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી મહાલક્ષ્મી ચોક ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રી (મથુરા-રાજકોટ-કાલોલ) ગુરૂગાદી શ્રી રામજી મંદિર છબનપુર, ગોધરાના પ.પૂ. શ્રી ઇન્દ્રજીત મહારાજશ્રીના પ્રેરક સાનિધ્યમાં આયોજિત ધર્મસભામાં ખાસ પધારેલા સંતો મહંતોના આશીર્વચન નો થી ઉપસ્થિત ભક્ત સમુદાય ભાવવિભોર બન્યો હતો.ભજન મંડળીઓ,બેન્ડવાજા અને ડીજે ના સૂર તાલ સાથે મોડી સાંજે આયોજિત વિશાળ શોભાયાત્રામાં કાલોલ નગર તેમજ તાલુકા પંથકના કેસરિયા પરિધાનમાં સજજ હજારો રામ ભક્તો જોડ્યા હતા.શોભાયાત્રા દરમ્યાન રામ દરબારની નવીન પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી સાથે સાથે હજારો રામ ભક્તોના ગગનચુંબી જયઘોષથી સમગ્ર વાતાવરણ રામ મય બન્યું હતું. શ્રી રામનવમી ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત આ શોભાયાત્રાના મુખ્ય માર્ગો સમેત કાલોલના તમામ જાહેર માર્ગો અને સનાતન હિન્દુ મંદિરોને કેસરિયા ધજા-પતાકા સાથે આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા રૂટ પરના તમામ વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક બંધ પાળી પોતાની સેવાઓ આપી હતી.દિવસ દરમ્યાન આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હોવાનું સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઓપચારિક વાતચીતમાં જણાવ્યું હતું.સમગ્ર ઉજવણીનું સફળ અને સુચારુ આયોજન કાલોલ હિન્દૂ સંગઠનના યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.રમઝાન માસ અને રામનવમી નો ઉત્સવ એક સાથે ઉજવાતો હોઇ કોઈ અનિચ્છિય ધટના ન બને તે માટે બે પોલીસ ઇન્સ્પેકટર,ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૬૨ પોલીસ કર્મીઓ, ૩૪હોમગર્ડ જવાનો તેમજ ૮ ટીઆરબી જવાનો સાથેનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!