IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતર રાજ્ય બાઈક ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીઓને 27 મોટરસાયકલ સાથે ઝડપી પાડયા

સાબરકાંઠા…

સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતર રાજ્ય બાઈક ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીઓને 27 મોટરસાયકલ સાથે ઝડપી લઇ દિન પ્રતિદિન વધતા જતા ચોરીના બનાવો રોકવા માટે ભૂમિકા ભજવી છે…

છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા તેમજ પાટણ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાઇક ચોરીનું પ્રમાણ અતિશય વધ્યું હતું જોકે આમલી સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસ તેમજ પોશીના પોલીસે બાતમીના આધારે પોશીના તાલુકાના પનારી નદી પાસે પલ્સર બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પોલીસ ના પગ તરેથી જમીન ખસી જાય તેવી કબુલાત આ ત્રણ યુવકોએ કરી હતી જેમાં ત્રણેય યુવકો સહિત અન્ય સાત જેટલા સભ્ય ધરાવનારી આગે એસટી બસ મારફતે રાજસ્થાન થી નજીકના કોઈપણ તાલુકા મથક ઉપર જતા હતા જો આખો દિવસ રિકી કરી શહેરની બહારના હિસ્સામાં રહેતી બાઈકો ની જાણકારી મેળવી ચોરીને અંજામ આપતા હતા. સાથોસાથ એક જ શહેરમાં એક સાથે ત્રણથી ચાર જેટલી બાઇકોની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા…

 

જોકે બાઈક ચોરી માટે નવી અસ્તિત્વ માં આવેલી આ ગેંગ બાઇક ચોરીમાં પણ માસ્ટર કી થકી કોઈપણ બાઈકનું લોક તોડતા હતા તેમજ જૂની કોઈ બાઈક હોય તો તેનું લોક પણ ટેકનીકથી તોડી અડધી રાત્રે રાજસ્થાન તરફ વાગવામાં સફળ રહેતા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસના હાથે જડપાતા આ ત્રણેય આરોપીઓએ વધુ ૧૫ બાઈકની ચોરી ની કબુલાત કરી છે તેમજ અન્ય સાત આરોપીઓ પણ આ ગેંગમાં સંકળાયેલા હોવાની વિગતો મેળવવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે…

જોકે એક તરફ બાઈક ચોરીની આંતર રાજ્ય ગેગને ઝડપી લેવામાં સાબરકાંઠા એલસીબી પોલીસ સહિત પોશીના પોલીસને સફળતા મળી છે ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઘરકુળ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે જિલ્લા પોલીસ આ મામલે પણ ભૂમિકા ભજવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં જિલ્લા પોલીસ સ્થાનીએ પ્રજાજનોને કેટલી રાહત અપાવે છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!