IDARSABARKANTHA

ઉનાળામાં લગ્ન સિઝન વરચે ઇડરમાં તાપમાન પારો વધતા લગ્ન પ્રસંગે જમણવારમાં વપરાતા બાસુંદી કેરી રસ શ્રીખંડ જેવાં ફાસ્ટફૂડ વિક્રેતા ને ત્યા આરોગ્ય વિભાગની યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું

સાબરકાંઠા…

ઉનાળાની ઋતુમાં ઈડરિયો ગઢ ધોમધખતા તાપમાં તપતો હોય છે… ઉનાળામાં લગ્ન સિઝન વરચે ઇડરમાં તાપમાન પારો વધતા લગ્ન પ્રસંગે જમણવારમાં વપરાતા બાસુંદી કેરી રસ શ્રીખંડ જેવાં ફાસ્ટફૂડ વિક્રેતા ને ત્યા આરોગ્ય વિભાગની યોગ્ય તપાસ થાય તે જરૂરી બની રહ્યુ છે…

સાબરકાંઠા જિલ્લામાં આવેલ અરાવલ્લીની ગીરિકંદરાઓ વચ્ચે વસેલું ઈડર શહેર ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાતું હોય છે. ત્યારે ઈડરિયો ગઢ અમે જીત્યા રે ઓ નંદ ભલા જેવા ગીતોમાં વખણાતો ઈડરિયો ગઢ અને તેના પથ્થરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં વધુ તપતા હોવાથી લોકો બપોરથી સાંજ સુધી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસરે લોકોને ગરમીથી બચવા કેવા ઉપાયો કરવા જોઈએ તે બતાવ્યા હતા. જેમકે અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકોએ ઠંડા પીણા તેમજ ફાસ્ટફૂડનો સહારો છોડી સોફ્ટ હલકો ખોરાક આરોગવો જોઈએ…

 

ઉલખેનીય છેકે ઈડર શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોચ્યો છે. ત્યારે ઉનાળાની ઋતુમાં ઉત્તર ગુજરાતમાં ઈડર શહેર સૌથી વધુ હિટવેવ શહેર તરીકે જાણીતું છે ત્યારે લોકો ગરમીથી બચવા ઠંડા પીણા સહિત કેરીનો રસ શ્રીખંડ બાસુંદી મનમૂકી આરોગતા હોય છે. ત્યારે તાપમાનમાં વધારો નોંધાતા સન સ્ટોક થવાની સંભાવનાંઓ રહેતી હોય છે. ત્યારે ગરમીની અંદર ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ,વૃધ્ધો,બાળકોએ બપોરના સમયથી સાંજ સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ છાસ,લીંબુ સરબત અને પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ વધારે લેવો જોઈએ જ્યારે ગરમીની સિઝનમાં લગ્ન સિઝન પણ જોરમાં ચાલી રહી છે ત્યારે ફાસ્ટફૂડ લેવાનું ટાળવું જોઈએ ને તેની સામે પ્રવાહી તેમજ સોફ્ટ હલકો ખોરાક આરોગવો જોઈએ…

ઉનાળાની કાળઝાળ ગરમી વરચે લગ્ન સિજન પણ ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગે જમણવારમાં વપરાતી મીઠાઈ માં બાસુંદી કેરી રસ શ્રીખંડ ના વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગની યોગ્ય તપાસ થાય તે પણ જરૂરી બની રહ્યુ છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!