IDARSABARKANTHA

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ ઈડર કોંગ્રેસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો.

સાબરકાંઠા…

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ ઈડર કોંગ્રેસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો. ઈડર તિરંગા સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ જીતના જશ્નમાં એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની શુભેરછાઓ પાઠવી હતી…

કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા સીટો પર મતદાન યોજાયુ હતું. જેમાં ૨૨૪ સીટોનાં પરિણામ આવતાં લાંબા સમય બાદ કોંગ્રેસ પાર્ટીની કર્ણાટક વિધાનસભામાં જીત થઈ હતી ત્યારે ઈડર તિરંગા સર્કલ ખાતે જીતનો જશ્ન મનાવવા માટે પહોંચેલા કોંગ્રેસી કાર્યકરો તેમજ ઈડર પોલીસ વચ્ચે પ્રાંત અધિકારીની મૌખિક મંજૂરી બાબતે સામાન્ય ચકમક થઈ હતી. લાંબા સમય બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવતાં ઈડર શહેર તેમજ તાલુકાના કોંગ્રેસી હોદેદારો,કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા સર્કલ ખાતે કોંગ્રેસી કાર્યકરોનાં જીતના જશ્ન કાર્યકમને લઈ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જયારે જીતના જશ્નમાં કોંગ્રેસી કાર્યકરોએ ઈડર તિરંગા સર્કલ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું ૨૦૨૪ માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં કોંગ્રેસીને ભવ્ય જીત મળતાં કોંગ્રેસી આગેવાનોએ લોકસભામાં પણ પરિવર્તન થવાના આશાવાદ વ્યક્ત કરી કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ,લોકશાહી અમર રહો, સત્યમેવ જયતે જેવા સૂત્રોચાર કરી એકબીજાને શુભેરછાઓ પાઠવી હતી…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!