SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં પાણીના પ્રશ્ને રોસે ભરાયેલા રહીશોએ રોડ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

તા.06/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રના છેવાડા સુધી પાણી પહોંચાડવામાં આવતું હોવાના દાવા કરાય છે પરંતુ ઘરઆંગણે પાણી પહોંચાડી શકાતું ના હોવાનો ઘાટ સર્જાયો છે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીની સમસ્યા કાયમી બની ગઇ છે છેલ્લા દોઢ માસથી પાણી માટેની રજૂઆત કરીને થાકેલા વિસ્તારના લોકોએ સોમવારે વઢવાણ મુળી બાયપાસ હાઈવે પર ચકકાજામ કર્યો હતો જેને લઇને તંત્ર અને પોલીસમાં દોડધામ મચી ગઇ હતી સતત 2.30 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોની લાંબી લાઇનો લાગી હતી તંત્રએ પાણીના ટેન્કર મોકલવાની સાથે 5 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા લોકો પોતાના ઘરે ગયા હતા બાદમાં પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો વિસ્તારના રહેવાસીઓને સમસ્યા અંગે સ્થળ તપાસ કરતા જણાયું હતું કે, વિસ્તાર વાસીઓને પુરતુ પાણી ન આવવાને કારણે લોકો પાલિકામાં રૂ.300 અને ખાનગીમાં રૂ.500 આપીને પાણીના ટેન્કર મંગાવી રહયા છે પાલિકામાં રૂ.300 ભર્યા બાદ 2 દિવસે ટેન્કર આવે છે આમ લોકો દરરોજ અંદાજે રૂ.25 હજારનું પાણી વેચાતુ લઇ રહયા છે કેટલા સાધારણ લોકો આખું ટેન્કર મંગાવી ન શકતા હોય બે પાડોશી ભાગ કરીને ટેન્કર મંગાવે છે ઘણા ઘર એવા છે કે જેમને પાણી સંગ્રહ કરવા માટેની કોઇ વ્યવસ્થા નથી. તે તો દરરોજ બે બેડા પાણી માટે આડોસ પાડોસમાં ફરવુ પડે છે ત્યારે આ લોકોની પાણીની સમસ્યા કાયમી દૂર થાય તેવી માંગ છે ગણપતિ ફાટસર વિસ્તારમાં હાલના સમયે પાણીની નવી લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે જેને કારણે પાણી વિતરણની સમસ્યા સર્જાઇ છે આ કામ પૂર્ણ થઇ ગયા બાદ લોકોને સમસ્યા નહીં રહે 2 દિવસથી થોડો ટેક્નિકલ ફોલ્ટ પણ સર્જાયો છે, જેની કામગીરી રાત દિવસ કરીએ છીએ ઝડપથી કામ પૂરું કરી પૂરતું પાણી આપવાના તમામ પ્રયાસ ચાલુ છે., સાગર રાડિયા, ચીફ ઓફિસર, સંયુક્ત પાલિકા

Back to top button
error: Content is protected !!