GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ

અધિકારી-કર્માચરીઓની પ્રિસાઈડિંગ, પોલીંગ-૧ અને પોલીંગ ઓફિસર તરીકેની ફરજ નક્કી થઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં આગામી તા. ૭ મે ના રોજ લોકસભા ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરાયું છે. આ કોમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશનમાં ૩૮૭૪ જેટલા અધિકારી-કર્મચારીની પ્રિસાઈડિંગ, પોલીંગ-૧ અને પોલીંગ ઓફિસર તરીકેની ફરજ નક્કી થઈ છે.
કલેક્ટર કચેરી ખાતે આ રેન્ડમાઇઝેશનમાં ૩૮૭૪ અધિકારીઓ- કર્મચારીઓની ચૂંટણી ફરજ નક્કી કરવામાં આવી છે. આગામી દિવસોમાં યોજાનાર બીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફને વિધાનસભા વિસ્તાર અને ત્રીજા રેન્ડમાઇઝેશનમાં બુથની ફાળવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તે માટે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સિસ્ટમના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજ સોંપણી કરવામાં આવે છે.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ.ચૈાધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!