ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે 27 માર્ચે બનાસકાંઠાની પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને NDPSના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે આ કેસમાં કોર્ટે સજાની સુનાવણી કરી છે, જેમાં પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે બે લાખનો દંડ પણ કર્યો છે.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.
પાલનપુરની આ હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. CID ક્રાઈમે 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટઅને તેમની સાથે પાલનપુરના તત્કાલીન PI વ્યાસની પણ ધરપકડ કરી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.