BANASKANTHAPALANPUR

પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને ફટકારી 20 વર્ષની સજા

ગુજરાતના પૂર્વ  IPS સંજીવ ભટ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે 27 માર્ચે બનાસકાંઠાની પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને NDPSના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે આ કેસમાં કોર્ટે સજાની સુનાવણી કરી છે, જેમાં પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે બે લાખનો દંડ પણ કર્યો છે.

30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.

પાલનપુરની આ  હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી.  CID  ક્રાઈમે 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટઅને  તેમની સાથે  પાલનપુરના તત્કાલીન PI  વ્યાસની પણ ધરપકડ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!