MORBI:મોડપર આંગણવાડી કેન્દ્ર પર નાના નાના ભૂલકાઓના કંકુ પગલાથી આંગણવાડી પાવન બની

MORBI:મોડપર આંગણવાડી કેન્દ્ર પર નાના નાના ભૂલકાઓના કંકુ પગલાથી આંગણવાડી પાવન બની
મોરબી : સમગ્ર રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિક્ષાનો એક અનન્ય અવસર બની રહ્યો છે. શાળાના શિક્ષકો તેમજ બાલવાટિકાના બહેનો હોંશે હોંશે બાળકોને શાળા, આંગણવાડીના પટાંગણમાં આવકારી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકા ના બગથળા સેજામાં આવતી મોડપર અને વિરપરડા આંગણવાડી ખાતે નાના-નાના ભૂલકાઓને આંગળી પકડી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નાના-નાના બાળકોએ કંકુ પગલાં પાડી અને તેમની કાલી ઘેલી ભાષાથી આંગણવાડીને જાણે કે, પાવન બનાવી હતી.
આ કાર્યક્રમમાં મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરા,ગામના અગ્રણી તેમજ બહોળી સંખ્યમાં ગ્રામજનો હજાર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી CDPO ભાવનાબેન ચારોલા તેમજ સુપરવાઈઝર પાયલબેન ડાંગર માર્ગદર્શન હેઠળ મોડપર આંગણવાડીના કાર્યકર મનીષાબેન તથા વિરપરડા આંગણવાડીના કાર્યકર ફોરમબેન સુરેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.








