DAHODGUJARAT

દાહોદ ડોકટર ડે ની ઉજવણી નિમિત્તે રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયા નુ કરવામાં આવ્યું સન્માન

તા. ૦૧.૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર.

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ડોકટર ડે ની ઉજવણી નિમિત્તે રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયા નુ કરવામાં આવ્યું સન્માન

દાહોદ. માનવસેવા તથા વિવિધ સામાજિક અને આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ ઓ કરતી સ્વૈચ્છીક સંસ્થા ” રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા રાષ્ટ્રીય ડોકટર ડે ની ઉજવણી નિમિત્તે રોટરી સંસ્થા ના પ્રમુખ ડો નરેશ ચાવડા. મંત્રી સચિન સેવક.રેડક્રોસ સોસાયટી દાહોદ ના હોદ્દેદારો એન.કે પરમાર  શાબીરભાઈ શેખ.સામાજિક આગેવાન અને ગુજરાત ક્રાઈમ પડકાર દૈનિક ના તંત્રી દીનેશભાઈ પરમાર.સામાજિક આગેવાન અખતરભાઈ સાજી.જીવનપંથ વ્યસન મુક્તિ કેન્દ્ર દાહોદ ના સંચાલક પ્રવિણભાઇ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો.ભગીરથ બામણીયા ની આરોગ્ય લક્ષી સેવા ઓ ને બીરદાવી શાલ.પુષ્પગુચ્છ. મોમેન્ટો તથા સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી સેવા સંસ્થા દ્વારા ડોકટર ડે ની ઉજવણી અંતર્ગત તબીબી ક્ષેત્રે સેવા આપતા બીજા ડોક્ટરો નુ પણ સન્માન કરવામાં આવનાર હોવાનું સંસ્થા ના પ્રમુખ ડો નરેશ ચાવડા એ જણાવ્યું હતુ

Back to top button
error: Content is protected !!