WANKANER:વાંકાનેર-પંચાસિયા રોડ ઉપરનો જોખમી સ્ટંટ કરનાર યુવાનને પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું




WANKANER:વાંકાનેર-પંચાસિયા રોડ ઉપરનો જોખમી સ્ટંટ કરનાર યુવાનને પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું


મોરબી ટ્રાફિક શાખાની ટીમ ટ્રાફિક નિયમન કામગીરીમાં કાર્યરત હોય દરમિયાન સોશ્યલ મીડિયા પેઇઝ પર એક બાઈક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હોય જેથી ટીમે તુરંત તપાસ ચલાવી હતી અને વિડીયો જોતા વાંકાનેર પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઈ નદીના બ્રિજના રોડ પર એક બાઈક ચાલક પોતાનું બાઈક પુરઝડપે અને બેફિકરાઈથી કાવા મારી સર્પાકારે બાઈક પર ઉભા ઉભા સ્ટંટ કરી ચલાવી નીકળતો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી વિડીયોમાં ચેક કરતા બાઈક જીજે ૦૩ એચસી ૮૭૩૬ હોવાનું જણાઈ આવ્યું હતું

જેથી ઈ ગુજ્કોપમાં સર્ચ કરી ડીટેઇલ મેળવી હતી અને આરોપી સાગરકુમાર અશોકભાઈ વરાણીયા (ઉ.વ.૨૧) રહે નવાગામ (લખધીરનગર) તા. મોરબી વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું




