કાલોલ ના ઘુસર ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચે વિવિધ સમસ્યાઓને લઇ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી.

તારીખ ૦૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘુસર ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા જીલ્લા કલેકટરને જાહેર જનતાની વિવિધ સમસ્યાઓને લઇ લેખીત રજુઆત કરવામાં આવી હતી જેમા વેજલપુર ઘુસર મુખ્ય રોડ થી વલમપરી જવા માટે કાયમી રસ્તો સાથે વલમપરી અને ભૈરવની મુવાડી માં નલ સે જલ યોજના ચાલુ કરવા અને વલમપરી વિસ્તારમાં આવેલ ગોચરની જમીનમાં શાળા અને આંગણવાડી માટે જમીન ફાળવણી કરી નવા ઓરડા બનાવવા અને વેજલપુરથી ઘુસર જવા રસ્તો બિસ્માર હાલતમાં હોય તેનુ સમારકામ હાથ ધરવામાં આવે સાથે વેજલપુર થી ઘુસર જતા વેજલપુર હદ વિસ્તારમાં આવેલી રહેમત સોસાયટી પાસે વરસાદી પાણી તેમજ ગટરનું ગંદુ પાણી ભરાતા શાળાના બાળકો સાથે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ઘુસર ગામે જતા તળાવની પાળ પાસે ગંદકી દૂર કરવા સહિતની તમામ સમસ્યાઓ લઈને જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત ઘુસર ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી છે.







