GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આંદરણા ગામ નજીક બાવળની કાંટમાં છુપાવેલ દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના આંદરણા ગામ નજીક બાવળની કાંટમાં છુપાવેલ દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

 

મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક સમરાથલ હોટલમાં મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડો પાડી જોતાલ પાછળની બાવળની કાંટમાં છુપાવી રાખેલ ૧૦ લીટર દેશી દારૂ તથા વિદેશી દારૂની ૪ બોટલ સાથે આરોપી રાજસ્થાની હોટલ સંચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે તાલુકા આંદરણા ગામની સીમમાં હળવદ રોડ ઉપર આવેલ સમરાથલ હોટલમાં દેશી તથા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીને આધારે મળેલ બાતમીના સ્થળે દરોડો પાડતા સમરાથલ હોટલની પાછળ બાવળની કાંટમાંથી દેશી દારૂની ૪૦ કોથળી જેમાં આશરે ૧૦ લીટર દેશીદારૂ તથા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૪ બોટલ માલી આવેલ હતી. આ સાથે સમરાથલ હોટલ સંચાલક રાજેશભાઇ ગોરધનરામ સારણ બિશ્નોઇ ઉવ.૨૫ રહે.સમરાથલ હોટલમાં મુળરહે. બિશ્નોઇ કી ઢાણી બેરૂ ગામ તા જી જોધપુર રાજસ્થાનવાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!