સુરેન્દ્રનગર એસ.ઓ.જી .એ નડાળા ગામે એક શખ્સ ને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.અશોક કુમાર યાદવ આઈ.પી. એસ પોલીસ અધિકારી રાજકોટ ના સુચના માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનાઓ અને હથિયારના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હતી. જેના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એ. રાઈ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફ ના માણસો ધજાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેમાં નડાળાની સીમમાં કાચા માર્ગેથી એક શખ્સને ગેરકાયદેસર સિંગલ બેરલ મજરલોડ બંધુક સાથે ઝડપી પાડયો હતો . સરહદ ઈસમનું નામ રણછોડભાઈ વિરમભાઈ બોરસણીયા ઉંમર વર્ષ,૪૭ ધંધો મજુરી, રહે ગામ નડાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં દેશી બનાવટ બંદુક નંગ ૧ કિંમત ૫૦૦૦, તેમજ વધુ પૂછપરછ કરતા પોતાનું હથિયાર કબુલાત કરી હતી. તેમજ આ શખ્સ વિરુદ્ધ ધજાળા પોલીસે આર્મસ એક્ટર કલમ ૨૫(૧ બી) એ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.