BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા ની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની દ્વારા મોરતલાવ શાળામાં શિક્ષણ કીટનું વિતરણ કરાયું

ઝઘડિયા ની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની દ્વારા મોરતલાવ શાળામાં શિક્ષણ કીટનું વિતરણ કરાયું

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા આજ તા.૧૮-૭ રોજ સીએસઆર અંતર્ગત પ્રાથમિક શાળા મોરતલાવ ખાતે શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને જરૂરી શૈક્ષણિક સાધનો પૂરા પાડીને તેમની શિક્ષણ યાત્રાને સરળ અને સુગમ બનાવવાનો હતો.કંપનીના ફેક્ટરી હેડ દેવેન્દ્રસિહ રાધવા અને એચઆર ડિપાર્ટમેન્ટ સાથે મળીને શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટ બુક્સ, પેઇન્ટિંગ કીટ, પેન્સિલ, કંપાસ, પાણીની બોટલ, ટિફિન બોક્સ સહિત શિક્ષણની સામગ્રી વિતરણ કરી જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે. કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને સારા શિક્ષણ માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે. જેથી તેઓ ભવિષ્યમાં સફળ થઈ શકે. પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ માને છે કે શિક્ષણ એ સમાજની પ્રગતિ માટેનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!