જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, ખંભાળીયા ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત શાળાકીય રમતોના આયોજન અંગે બેઠક યોજાઈ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાકીય રમતો SGFI (સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા) આગામી સમયમાં યોજાનાર છે, જેના આયોજન અંગે જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, ખંભાળીયા ખાતે બેઠક યોજવામાં આવી હતી.
એસ.જી.એફ.આઈ. અંતર્ગત તાલુકા કક્ષાએ કબડ્ડી, ખો ખો, વોલીબોલ, એથ્લેટીક્સ એમ ચાર પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવનાર છે, જેના સુચારૂ વ્યવસ્થાપન માટે અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ શિક્ષકોમાંથી તાલુકાવાર કન્વીનરની નિમણૂક કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ ચેસ, ફૂટબોલ, લોન ટેનિસ, હોકી, ટેબલ ટેનિસ, કરાટે, આર્ચરી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હેન્ડબોલ, સ્કેટિંગ વગેરે રમતોના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઇ.ચા. જિલ્લા રમગમત અધિકારીશ્રી હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા પૂર્વભૂમિકા અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વ્યાયામ શિક્ષણ મંડળ, શિક્ષણ સંઘના હોદ્દેદારો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ, ટીમ મેનેજર તેમજ શાળાઓના વ્યાયામ તેમજ વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શિક્ષકો જોડાયા હતાં.






