DEVBHOOMI DWARKAKHAMBHALIYA

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામકજમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જમીન માપણીપાણી પુરવઠાસિંચાઈઆરોગ્ય સહિત અન્ય વિભાગોના કાર્યોની વિગતવાર માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી.  

આ તકે ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવા તેમજ ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝ-વે તથા ડેમ સાઈટ પર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા સહિતના જરૂરી પગલાંઓ લેવા જણાવ્યું હતું. ઉપરાંત હાલમાં રાજ્યમાં ફેલાયેલ ચાંદીપુરા વાઇરસ તથા રોગચાળાને ધ્યાને લઇ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા તેમજ જરૂરી તકેદારીઓ રાખવા આરોગ્ય વિભાગને સૂચનો કર્યા હતા તેમજ જન-પ્રતિનિધિશ્રીઓના કામોને અગ્રતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા.

સમીક્ષા બેઠકમાં કલેકટર શ્રી જી.ટી.પંડ્યાજિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણીનિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!