ARAVALLIGUJARATMEGHRAJ

મેધરજમા ગટરની લાઈનમા ભંગાણ પડતા સ્થાનિક રહીશો પરેશાન,ચાંદીપુરા વાયરસ વચ્ચે રોગચારાની દહેશત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેધરજમા ગટરની લાઈનમા ભંગાણ પડતા સ્થાનિક રહીશો પરેશાન,ચાંદીપુરા વાયરસ વચ્ચે રોગચારાની દહેશત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ કેસો એક પછી એક સામે આવી રહ્યા છે અને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે પરંતુ હાલ પણ જાણે કેટલાક વિસ્તારો એવા છે જયાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોગનો પગપેસારા નું મુખ્ય કારણ ગંદકી હોય છે માટે ગંદકી અટકાવવી જરૂરી છે

વાત છે મેઘરજ શહેરની જયાં મેઘરજ નગરમાં રામનગર સોસાયટીમાં ગટરની લાઈનમાં ભંગાણ પડ્યું છે ગટરનું પાણી રસ્તા પર ઉભરાતું અને સોસાયટીમાં જતું દ્રશ્યમાં નજરે પડે છે . ગટર લાઈનમાં પડેલ ભંગાણ ને લઇ દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે આ બાબતે જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો વધુમાં મળતી માહિતી અનુસાર મેધરજ ગ્રામ પંચાયત ના સત્તાધીશો ને રજૂઆત કરવા છતા પરિણામ શૂન્ય જોવા મળી રહયું છે તે માહિતી પ્રાપ્ત થઇ હતી બીજી તરફ હાલ ચાલી રહેલા ચાંઈપુરા વાયરસ ની દહેશત વચ્ચે ગટર ના પાણી ઉભરાતા રહીશો મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ આ ગંદકી ની જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી તેવા પણ આક્ષેપો થઇ રહ્યાં છે. ગટર લાઈન માં ભંગાણ થતા જે પરિસ્થિતિ ઉભી થઇ છે જેને લઇ સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહયો છે ગટર નું ભંગાણ સર્જાતા નજરી આંખે જોઈ શકાય છે છતાં ગ્રામ પંચાયત ના સત્તાધીશો ધોર નિદ્રામાં હોય તેવું લાગી રહયું છે ઝડપ થી ગટર લાઈન ભંગાણ નું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક રહીશોનો આક્રોશ જોવા મળ્યો હતો

Back to top button
error: Content is protected !!