KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર મુસ્લીમ સમાજ આયોજીત ગ્રામીણ ટુર્નામેન્ટ ની ફાઇનલ જંગમાં ઇગલ ટીમનો વિજય, ફિઝા ટીમ ને હરાવી ટ્રોફી કબજે કરી.

 

તારીખ ૦૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર મુસ્લિમ સમાજ આયોજિત ગ્રામીણ ટુર્નામેન્ટ સિઝન-2 નુ શાનદાર સમાપન થયો છે. ફાઈનલ મેચમાં વેજલપુરની જ બે દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં ઇગલ ઇલેવને ફિઝા ઇલેવનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.આ ટુર્નામેન્ટમાં પંથકની કુલ 6 ટીમોએ કૌવત બતાવ્યું હતું, ફાઈનલ મેચમાં બે સ્થાનિક ટીમો સામસામે હોવાથી પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઇગલ ઇલેવને આઠ ઓવરોમાં ૧૧૨ રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ફિઝા ઇલેવને 8 ઓવર મા 68 રન કર્યા હતા ઇગલ ઇલેવન તરફથી સલમાન પાડવાએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું.તેણે બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે ટૂર્નામેન્ટમાં ૨૧૨ રન ફટકાર્યા હતા તેમને બેસ્ટ બેસ્ટમેન્ટની ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે મેન ઓફ ધ મેચ ઇકબાલ ખૂંધાં (ફાઈનલમાં શાનદાર પ્રદર્શન માટે) સાથે બેસ્ટ બોલર મોઇન ખૂંધાં (ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ) અને બેસ્ટ બૅટ્સમૅન સલમાન પાડવા (ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ) ને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું સફળ સંચાલન અને આયોજન તસલીમ પેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર વેજલપુર ગામના પત્રકારોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે અગ્રણીઓએ ખેલાડીઓની ખેલદિલીને બિરદાવી હતી અને વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.ખેલદિલી અને સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટની સફળતાથી સમગ્ર વેજલપુર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!