ARAVALLIGUJARATMODASA

ટીંટોઈ આંગણવાડી-6 કેન્દ્રના બાળકને માર મારનાર કાર્યકર બેનને થયો ભૂલનો અહેસાસ, લખી આપ્યું માફી પત્ર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ટીંટોઈ આંગણવાડી-6 કેન્દ્રના બાળકને માર મારનાર કાર્યકર બેનને થયો ભૂલનો અહેસાસ, લખી આપ્યું માફી પત્ર

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની આંગણવાડી-6 કેન્દ્રના કાર્યકર દ્વારા 15 દિવસ પૂર્વે બાળકને માર મારવા મામલે આંગણવાડી કેન્દ્ર ખાતે લાભાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવી રોષ ઠાલવ્યો હતો જે ઘટનાનો અહેવાલ મીડિયા પ્રસારિત થતા મોડાસા ઘટક-1 ના ઇન્ચાર્જ CDPO ઋત્વિબેન ચૌધરીની ટીમેં તપાસ હાથ ધરી હતી ઘટનાની તપાસ બાદ કાર્યકરને ખુલાસો માંગતી નોટિસ ફટકારી હતી કાર્યકર ના જવાબો સંબધિત અધિકારીને સંતોષકારક જણાઈ ન આવતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી આખરે બાળક ને માર માર્યો હોવાની ભૂલનો અહેસાસ કાર્યકર બેન ને અહેસાસ થતા તેમને CDPO ને લેખિતમાં માફી પત્ર લખી આપતા મામલો થાળે પડ્યો હતો,ખાનગી ભાડામાં મકાનમાં ચાલતી સુવિધા વિનાની આંગણવાડી કેદ્ર-6 ને સુવિધાઓ થી સજ્જ કરવા માટેની પણ તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત હતી.

Back to top button
error: Content is protected !!