વઢવાણ શ્રદ્ધા હોટલ નજીક ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો.
તળાવની પાળ પાસે ઝુંપડા બાંધીને રહેતા પરિવારનો રાત્રીના આબાદ બચાવ થયો.

તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તળાવની પાળ પાસે ઝુંપડા બાંધીને રહેતા પરિવારનો રાત્રીના આબાદ બચાવ થયો.
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલ કારડીયા રાજપૂત સમાજની બોર્ડિંગ અને તળાવની પાનની પાસે જ ઝુપડપટ્ટી વિસ્તાર આવેલો છે જેમાં પરિવારના સભ્યો સાથે આ લોકો જાહેર માર્ગ ઉપર વસવાટ કરી રહ્યા છે ત્યારે વઢવાણ રોડ ઉપર મૂળચંદ રોડના કોર્નર ઉપર છેલ્લા કેટલાક સમયથી એક મોટો વિશાળ ખાડો પડી ગયો છે જે ચોમાસાને લઈ અને આ ખાડો મોટો થઈ ચૂક્યો છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા આ ખાડો પુરવા માટેની દોસ્તી ક્યારેય લેતી નથી અને ત્યાંથી પસાર થતા અનેક વાહનોને ભારે મુસીબત ભર્યો સામનો કરવો પડે છે આ માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી લાઈટો પણ બંધ હોવાનું જાણવા મળે છે જેના કારણે આ રોડ ઉપર સંદર્ભપણે અંધારૂ હોવાના કારણે પણ અનેકવાર અનેક પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે ગતરાત્રિના સમયે ધીમી ધારે વરસાદ શરૂ હતો અને તેવા સમયે માલ સામાન ભરી અને ટ્રક પસાર થઈ રહ્યો હતો તેવા સમયે આ ટ્રક ખાડામાં જમ્પિંગ લેવાના કારણે તેનો જોઈન્ટ છુટો પડી ગયો હતો ત્યારે આ ટ્રક ઉપર ડ્રાઈવરે કાબુ ગુમવતા ટ્રક સીધો જ ગરીબ વર્ગના પરિવારના ધૂપડપટ્ટી પાસે રાખવામાં આવેલું ઝાડ સાથે અથડાઈ પડ્યો હતો બાજુમાં જ ગરીબ પરિવારના છ સભ્યોનો પરિવાર સાથેનો વસવાટ રહેલો છે જેમનો આભાર બચાવ થયો હતો અને ટ્રક ઝાડ સાથે અથડાયો અને જ્યાં મારેલું બોર્ડ પણ ભુક્કા બોલાવી દેવામાં આવ્યું હતું આ ખાડાના કારણે સર્જાયેલી મોટી દુર્ઘટના કોઈના પરિવારનો જીવ લે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પુરાણ કરી અને વ્યવસ્થિત કરવા માટેની પણ જનતા માંથી માંગણી ઉઠવા પામી છે ત્યારે હાલતો રાત્રિના મોઢે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગરીબ પરિવારના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે પણ વહેલી સવારે આઠ ટ્રકને જોવા માટે લોકોના ટોળેટોળા પણ ઊંધી પડ્યા હતા અને પરિવારના આબાદ બચા વિશેની પણ વાતો જાહેરમાં કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે અને તાત્કાલિક અસરે આ ખાડાનું પુરાણ કરી અને આ બસ સ્ટેન્ડ થી લઈ અને વઢવાણ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માટેની પણ જનતા દ્વારા લોક માંગણી કરવામાં આવી છે.



