JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સ્વરોજગાર માટે જામનગરની કચેરી દ્વારા તાલીમ

*જામનગર તાલુકાના ધુંવાવ ગામે સ્વરોજગાર શિબિરનું આયોજન કરાયું*

*જામનગર (નયના દવે)

મદદનીશ નિયામકશ્રી રોજગારની કચેરી, જામનગર દ્વારા એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ઘુંવાવ ગામ, જામનગર તાલુકા ખાતે સ્વરોજગાર વિષય અન્વયે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગરના સ્ટાફ મિત્રો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના સ્ટાફ મિત્રો દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા રોજગાર કચેરીના સંશોધન મદદનીશ શ્રી ભારતીબેન ગોજીયા દ્વારા વિવિધ વિભાગો દ્વારા કાર્યરત સ્વરોજગારલક્ષી યોજનાઓ વિશે માહિતી અપાઈ હતી.

કાર્યક્રમના અંતે એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગરના ફેકલ્ટી મેમ્બર શ્રી અમિતભાઈ ગોસ્વામી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના શ્રી સાદિયા અસ્મિતાબેન, શ્રી મેધભાઈ આચાર્ય અને 35 જેટલા તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મદદનીશ નિયામક રોજગાર સુશ્રી સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!