GUJARATJAMNAGAR

ગેરકાયદેસર વીજ પુરવઠો ખેંચનાર

ગેરરીતિની બાતમી અને ચોરી પકડવી બાદ કેસ નોંધવો-સઘન તપાસ-પીજીવીસીએલ તરફે કોર્ટમાં પુરાવા અને દલીલ એમ દરેક બાબતો મહત્વની……

 

વિજચોરી કરનારાઓને ધોળે દિવસે તારા-જામનગરની સ્પેશ્યલ કોર્ટનો દંડનીય બિલનિ ત્રણ ગણી રકમ ભરવાનો કડક ચુકાદો

 

સાડા સાત લાખથી વધુ દંડનો ચુકાદો સાંભળતા આરોપી ના પગ નીચેથી સરકી જમીન—અને ઘરમાથી ફ્રીઝ ટીવી સહિત ઇલેક્ટ્રીક ઉપકરણો જપ્ત કરવાનો પણ આદેશ

 

જામનગર (ભરત ભોગાયતા)

 

વિજચોરી ઝડપાયા બાદ કેસ નોંધાય અને તેની તપાસ સચોટ થાય સાથે પુરાવાઓ નિવેદન પંચનામુ વગેરે વ્યવસ્થીત અને કાયદેસર હોય , કાયદાની જોગવાઇઓ કલમો સહિત સચોટ રજુઆત હોય ત્યારે કોર્ટને દાખલારૂપ જજમેન્ટ આપવાની પરીસ્થિતિ સુધી લઇ જઇ શકાય છે આ બધુ સહેજે ન દેખાતી જહેમત છે પરંતુ ઘણા કેસમા જોખમી પણ છે પીજીવીસીએલ એન્જીનીયર અને સ્ટાફ બાદમા ટાંચા સાધનો અને ઓછા સ્ટાફ જીયુવીએનએલ પોલીસની કામગીરી અને કોર્ટમાં પ્રેઝન્ટેશન એમ દરેક તબક્કા અભ્યાસનો વિષય છે કેમકે આ બધુ જ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઇએ ને?

ત્યારે આવી મહેનત બાદ જામનગરમાં પાવર ચોરીના કેસમાં સ્પે. કોર્ટનો ઐતિહાસિહ ચુકાદો એ આવ્યો છે કે પાવરચોરીમાં ઉપયોગમાં લીધેલ ફીઝ, એ.સી. વિગેરે સરકાર ખાલસા કરવાનો હુકમ સ્પેશ્યલ કોર્ટે ફરમાવ્યો છે આમે ય ગુનાના કામ મા ઉપયોગમા લેવાય વસ્તુઓ પણ ગુનાનો જ એક ભાગ છે ને?

જુલાઇ ૨૦૨૩ના રોજ પીજીવીસીએલ જામનગર સર્કલના ચેકીંગ અધિકારી નાયબ ઇજનેર ડી. આર. પરમાર અને તેના સ્ટાફ દ્વારા શાપર સબ ડીવીઝન હેઠળ આવતાં કાનાલુસ ગામ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દિલીપસંગ કરણસંગ વાળાની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયેલ જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર – ૪ તૈયાર કરવામાં આવેલ ત્યારબાદ ફરીયાદી રૂષિ દિનેશચંદ્ર પરમાર કે જેઓ શાપર સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી દિલીપસંગ કરણસંગ વાળા વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂા. ૮૯,૧૧૧.૯૦/– ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ – ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ – ૬ સાક્ષી અને ૧૯– દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલ રાજેશ કે. વસીયરની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ ધ્વારા આરોપી દિલીપસંગ કરણસંગ વાળાને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે અને પાવરચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ફ્રીઝ, વોશીંગ મીશન, એ.સી., મોટર, ટી.વી., લેમ્પ અને પંખા સરકાર ખાલસા કરવાનો હુકમ કરેલ છે. અને જો આરોપી ઘ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.
જંગી વીજચોરીનો આ ગુનો જીયુવીએનએલ પોલીસ સ્ટેશન જામનગરમા ગુનો નોંધાયો હતો.
આ ગુન્હાની તપાસ કરી જમાદાર રણજીતસિંઘ લુબાનાએ કરી૨૦૨૩ના વર્ષમાં સપ્ટેબર માસમાં ચાર્જશીટ કરેલ હતું જેમાં આરોપી વિરુધ્ધ સાહેદ અને પંચનામું તેમજ બનાવ સ્થળ ના દસ્તાવેજી આધારો મેળવી ચાર્જશીટ કરેલ જે નામદાર કોર્ટ મા કેસ ચાલતા સજા થયેલ છે આ કેસમાં વિશેષ પોલિસ સહાયક જે એલ જોશી પણ સાથે હતા

 

 

 

BRAVO PGVCL– એમ.ડી. કેતન જોષી અને જામનગર સર્કલ હેડ હષીત વ્યાસનુ વીજચોરી તરફે કડક વલણ-રેવન્યુ જનરેશન વધ્યુ અને ફોલ્ટ રીસ્પોન્સ ટાઇમ ઘટ્યો — ઝડપથી એપ્રોચ વધ્યો

 

વિજચોરીમાં જામનગર શહેરના બેડેશ્ર્વર/પટેલકોલોની સબડીવીઝન બેડીબંદર રોડ રણજીતવીલા ફીડર દરબાર ગઢ સબ ડીવીઝન ગીરધરરાય ફીડર વગેરે ખૂબ આગળ છે તેમજ હવે અમુક ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ખંભાળીયા ભાટીયા હાઇવે વગેરે પણ વિજચોરી માટે પંકાયેલા છે અને શહેર બહારના વિસ્તારોમા ગોડાઉન ધાબા મીલ નાના મોટા કારખાના પમ્પીંગ કાર્યવાહીઓ માઇનીંગ અને ક્રશર કામ મીક્સીંગ પ્રોસેસ તેમજ મોટા રહેણાંકો કે હોટલ રેસ્ટોરન્ટમા વિજચોરીઓ અંગે અવારનવાર તપાસ થાય છે એક તરફ તંત્ર કાળઝાળ ગરમીમા વધતી વિજમાંગ પુરી કરવામા સમગ્ર તંત્ર વ્યસ્ત હોય તો બીજી તરફ વીજચોરો મોજથી જંગી વિજચોરી કરતા હોય છે અમુક વિજચોરી પકડવા જવી પણ જોખમી હોય છે અને પડકાર હોય છે તેમજ તપાસ પણ જોખમી હોય છે વિજવિભાગના અધીકારીઓ કર્મચારીઓને કડવા અનુભવ છે તો જીયુવીએનએલ પોલીસને તપાસમા સહયોગ મેળવવો ખૂબ અઘરો છે પરંતુ પીજીવીસીએલ રાજકોટ કોર્પોરેટ ઓફીસથી એમ.ડી.કેતન જોષીજણાવે છે કે વિજમાંગ પુરી કરવી,ઝડપી ફોલ્ટ રીપેરીંગ અને રેવન્યુ જનરેશન વધ્યા છે વિજચોરી નીયંત્રણમાં છે ઉલ્લેખનીય છે કે આ બાહોશ અધીકારી પાસે રાજકોટ કોર્પોરેશનના ડીએમસી તેમજ રીજનલ મ્યુનીસપલ કમીશનરનો પણ ચાર્જ છે તેઓ હંમેશા પરીણામલક્ષી ફરજ બજાવવાના નીપુણ છે.જ્યારે જામનગર સર્કલ હેડ હષીત વ્યાસ બોલે છે ઓછુ પરંતુ તેમનુ કામ બોલે છે હાલ અતીશત ગરમીમા વિજમાંગ વધી છે પાવર સ્પ્રેડીંગના લીધે ઓંચીતા ફોલ્ટ વધ્યા છે તો વિજવિભાગને આવક પણ વધારવાની છે વિજચોરી ડામવાની છે આ બધા જ મુદાઓમાં સમીક્ષા મુજબ હષીત વ્યાસ સફળ કામગીરી નોંધાવી રહ્યા છે માટે જ કહેવાય કે એક બાજુ પાવર સ્પીરીટ સાથેના પીજીવીસીએલના એમ. ડી. કેતન જોષી તો સાથે જામનગરના વિજ નેટવર્કના અનુભવી હષિત વ્યાસ એમ બંને શ્રેષ્ઠ કામગીરી માટે બીરદાવાય છે.

 

 

___________

રીગાર્ડઝ

ભરત જી. ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

b.sc.,ll.b.(+special),dny (GAU), journalism (hindi), ind.rltn &prsnl mamg ( dr rajendraprasad university)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!