GUJARATJUNAGADHKESHOD

સંત નિરંકારી મિશન દ્વારા કેશોદના અજાબ ગામે રવિવારે રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવશે

સંત નિરંકારી મિશન દ્વારા કેશોદના અજાબ ગામે રવિવારે રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવશે

આગામી તારીખ ૪/૮/૨૪ ને રવિવારે કેશોદ તાલુકાના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા શ્રી પટેલ સમાજ ખાતે સવારે 10 થી 4 રક્તદાન શિબિર તથા સાંજે 5 થી 7 સુધી ભવ્ય આધ્યાત્મિક સત્સંગ નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે કેશોદ સરકારી હોસ્પિટલના ડોક્ટર અનિલભાઈ ટી.ભીમાણી ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપશે જ્યારે સત્સંગના મુખ્ય વક્તા પદે સુરત થી શ્રી પરેશભાઈ પટેલ પધારી ગુરુ વચનામૃતનો લાભ આપશે સંત નિરંકારી મિશન દ્વારા છેલ્લા 38 થી પણ વધુ વર્ષોથી ભારત ભરમાં 8070 થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન થયું છે જેના દ્વારા 13,19,758 થી વધુ યુનિટ રક્ત માનવતાને માટે સમર્પિત કર્યું છે. ત્યારે આ પરોપકારના કાર્યમાં વધુને વધુ યુવાન ભાઈ બહેનો જોડાઈ રક્તદાન કરે તેવી વિનંતી વેરાવળ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયા, જુનાગઢ જિલ્લાના સંયોજક જગદીશભાઈ ભીંડા તથા અજાબ બ્રાન્ચ ના મુખી જગદીશભાઈ ચાવડા તરફથી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!