DAHOD

સંજેલી બજારમાં દિવાસા તહેવારના અનુલક્ષી બજારમાં ભારે ભીડ જોવા મળી 

તા. ૦૪. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી માં દિવાસા તહેવારને અનુલક્ષી સંજેલી બજારમાં ભારે ભીડ જોવા મળી

સંજેલી તાલુકામાં આજરોજ દિવાસા તહેવારને અનુલક્ષીને બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં આજથી દિવાસાના દિવસે તહેવારોની શરૂવાત થતી હોવાથી તમામ આજુબાજુના ગામોના લોકો ખરીદી અર્થે જોવા મળ્યા હતા. આજથી દશામાંના વ્રતની શરૂવાત થતી હોવાથી દશામાની મૂર્તિ વેચાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. ફૂલોના વેપારીઓ પણ માતાજીને ચઢાવવા રંગ બેરંગી ફૂલોના હાર વેચતા નજરે પડ્યા હતા. આમ સંજેલી તાલુકા મથકે દિવાસા પર્વ નિમિતે ભીડ જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!