DAHODDAHOD CITY / TALUKO

દાહોદના રળીયાતી ગામે ઘરફોડ ચોરીમાં ભત્રીજાએ કરી ચોરી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ

તા.૩૧.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રળીયાતી ગામે ઘરફોડ ચોરીમાં ભત્રીજાએ કરી ચોરી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ

દાહોદ એ ડિવિઝન પોલીસે રળીયાતી ગામમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલયો બંધ મકાનનું પતરું તોડી લાખોની ચોરી કરનાર બે તસ્કરોને પોલીસે દબોચ્યા ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરાયો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૫.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના જોરે દાહોદ એ-ડિવિઝન પોલીસે આરોપીઓને ધકેલ્યા જેલના સળિયા પાછળ દાહોદના રળીયાતી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. દાહોદ એ-ડિવિઝન પોલીસે ચોરીનો ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે અને બે રીઢા તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઘટનાની વિગત એવી છે કે, દાહોદ જિલ્લાના રળીયાતી ગામમાં અર્બન હોસ્પિટલની સામે આવેલા સાંસીવાડ વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી હતી. અહીં રહેતા મનુભાઈ બેલિયા સાંસીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા તસ્કરોએ મકાનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલા આશરે ૫.૨૫ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ ૫૦ હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. લાખોની ચોરીની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસ મથકના પીઆઈ અને તેમની ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની સચોટ હકીકતને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો પર્દાફાશ કરી દીધો છે પોલીસે ચોરીના આ ગુનામાં તે જ વિસ્તારના બે શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓના નામ છે: ૧. અજય રાજુ બેલિયા ૨. યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશ સિસોદિયા પોલીસે આ બંને શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓ પોપટની જેમ બોલી ઉઠ્યા હતા. સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ એટલે કે ૧૦૦ ટકા સોનું, ચાંદી અને રોકડ રકમ રિકવર કરી લીધી છે. હાલમાં તો દાહોદ એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને લોકઅપની હવા ખાતા કરી દીધા છે

Back to top button
error: Content is protected !!