દાહોદ સબ જેલમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા.૩૧.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજ્યની જેલોમાં બંદીવાનોના માનસિક, નૈતિક અને સામાજિક પરિવર્તન માટે “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” શ્રેણીના ભાગ રૂપે આજરોજ દાહોદ સબ જેલમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, દાહોદ દ્વારા વ્યસન મુક્તિ શિબીર નું આયોજન કરવામાંં આવેલ. જેમાં જેલના ૧૫૦- જેટલા બંદીવાનોએ ભાગ લઇ વ્યસનનો ત્યાગ કરવાનો સંકલ્પ લીધો હતો.આ પ્રસંગે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, દાહોદ ના બી.કે. કપીલા દીદી તથા તેઓના સહોયોગી ઉપસ્થિત રહેલ અને આધ્યત્મના માધ્યમથી કેવી રીતે વ્યસન મુક્ત બની શકાય તે અંગે માર્ગદર્શન પુરુ પાડેલ હતું.જેલ અધિક્ષક એમ.એલ.ગમારાનાઓ દ્વારા જેલના બંદીવાનોને વ્યસન ત્યજવા માટે આહવાન કરવામાં આવેલ છે




