BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી એમ ઈ એસ નુરાની હાઈસ્કૂલ ખાતે નૂરાની ઈસ્લામિક મકતબ ની શરૂઆત કરવામાં આવી 

રાજપારડી એમ ઈ એસ નુરાની હાઈસ્કૂલ ખાતે નૂરાની ઈસ્લામિક મકતબ ની શરૂઆત કરવામાં આવી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત એમ ઈ એસ નૂરાની હાઈસ્કૂલ ખાતે નૂરાની ઈસ્લામિક મક્તબની શરૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને એમ ઈ એસ નુરાની હાઈસ્કૂલ ખાતે નુરાની ઇસ્લામિક મકતબ ઇફતેતાહ નો પોગ્રામ યોજાયો હતો

કાર્યક્રમની શરૂઆત પ્રારંભે તિલાવતે કુરાન શરીફ થી કરવામાં આવી હતી . ત્યારબાદ નાઅત શરીફ રજુ કરવામાં આવી હતી ત્યાર બાદ ઉપસ્થિત વક્તા ઓ દ્વારા ઈલ્મ નું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી સલીમ શેખ,ઈમ્તિયાઝ અલી સૈયદ, મુનાફ ભાઈ ખત્રી, રસીદ ભાઈ શેખ,મોલાના ફિરોજસાબ , રાજપારડી જુમ્મા મસ્જિદ ના પેસ ઇમામ સાહીલ રઝા,પટેલ નગર મસ્જીદે નૂર મસ્જિદના ઇમામ મોલાના ઇમામ્મુદ્દીન, અખતર રઝા,ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સૈયદ તૌસીફ બાપુ અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!