DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દીકરી વધામણાં કીટનું વિતરણ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા      

        મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ ઉજવણીનાં ભાગરૂપે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં જન્મેલ તમામ દીકરીઓને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણીના હસ્તે દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ તકે હોસ્પિટલના સ્ટાફ નર્સ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ.ચંદ્રેશ ભાંભીહોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી ડો.કેતન ભારથીદહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પ્રફુલ જાદવજનરલ હોસ્પિટલના ડોકટરોનર્સિંગ સ્ટાફમહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!