GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જજોની બદલી થતાં વકીલો દ્વારા વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું આયોજનપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી જજોની બદલી થતાં વકીલો દ્વારા વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું આયોજનપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

 

 

મોરબી જિલ્લા વકીલ દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી દેવધરા સાહેબ તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજશ્રી મહીડા સાહેબ તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી પંડયા સાહેબ સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે ડીસ્ટ્રીકટ જજશ્રી દેવધરા સાહેબે તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજશ્રી મહીડા સાહેબ તથા તથા મોરબી બારના પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચાણીયા દ્વા૨ા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ.

તેમજ મોરબી બારના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજશ્રીને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજશ્રી મહીડા સાહેબને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજશ્રી પંડયા સાહેબનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી.દોશી દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજશ્રી રાવલ સાહેબનુ સન્માન મોરબી બારના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજશ્રી વાનાણી સાહેબ, ઈજનેર સાહેબ, ચંદનાની સાહેબ, ખાન સાહેબ, જાડેજા સાહેબ તથા લીગલ સર્વિસ ઓથોરીટી ના જજ પારેખ સાહેબ નુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ ,બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલશ્રી જાની સાહેબ, દવે સાહેબ, કારીઆ સાહેબ,ચીસ્તી સાહેબ,નીલીમાબેન. નુ પણ સન્માન કરવામાં આવેલ તેમજ મોરબી બારના વિકાસમાં સતત પ્રય્તનશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ શ્રી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે મો૨બી જીલ્લા વકીલ મંડળના તમામ સીનીયર એડવોકેટ શ્રી ઉર્મીલાબેન મહેતા, ચાનીયા ભાઈ, ઓઝાભાઈ, ચાવડા સાહેબ, ધમેન્દ્રભાઈ આદ્રોજા, પુષ્પાબેન ભટ્ટ, ભરતસીહ ઝાલા, કાજલબેન ચંડીભમર, આશીષભાઈ વાળા,મનીષભાઈ જોશી, બી. કે. ભટ્ટ,જીતેનભાઈ અગેચાણીયા વીગેરે મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલા.

આભાર દર્શન મોરબી બારના સેક્રેટરીશ્રી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ.

Back to top button
error: Content is protected !!