GUJARATPANCHMAHALSHEHERA

મોરવા હડફ તાલુકાના સાગવાડા,દેલોચ અને મોરા-૨ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

 

પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોરવા હડફ તાલુકામાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય  નિમિષાબેન સુથાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.

 

મોરવા હડફ તાલુકાના સાગવાડા,દેલોચ અને મોરા-૨ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.મંત્રી અને મહાનુભાવોએ રીબીન કાપીને આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ,ગ્રામજનોની હાજરીમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતા સ્થાનિક આરોગ્યની સેવાઓમાં વધારો થશે.

***

Back to top button
error: Content is protected !!