ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા 2.32 ઈંચ, તાપીના ડોલવણમાં 2.28 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં 1.81 ઈંચ અને આણંદના ખંભાતમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (11મી ઑગસ્ટ) ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત પાંચ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 13મીથી 16મી ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી મોહાલ હળવો રહેવાથી સંભાવના છે, ત્યારે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.





