GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નીચીમાંડલ ગામ નજીક કેનાલમાં ન્હાવા પડેલ યુવક પાણીમાં ડૂબી જતા મોત

MORBI:મોરબીના નીચીમાંડલ ગામ નજીક કેનાલમાં ન્હાવા પડેલ યુવક પાણીમાં ડૂબી જતા મોત
મોરબીના વાકડા ગામે આવેલ સોરઠ પોલીફેબ કારખાનામાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યનો ૧૮ વર્ષીય શીવાકાંત અજયકુમાર ત્રિપાઠી ગત તા. ૧૦/૦૮ ના રોજ નીંચી માંડલથી વાંકડા તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી જતા શીવાકાંતનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પિતા અજયકુમાર શ્રીરાજકુમાર ત્રીપાઠી ઉવ.૪૪ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.







