મૂળચંદ રોડ પર મામા દેવના મંદિર નજીક ઢાંકણા વગરની ગટર અકસ્માતને આમંત્રણ

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વઢવાણ બોડા તળાવથી મૂળચંદ રોડ પર મામાદેવનું મંદિર આવેલું છે અહીંયા દર્શનાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકો પસાર થાય છે પરંતુ આ સ્થળે ભૂર્ગભ ગટરનું ઢાંકણું ન હોવાથી ખૂલ્લી ગટરના કારણે લોકોને અકસ્માતનો ભય ફેલાયો છે સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારો અને માર્ગો પર ભૂર્ગભ ગટરોના અભાવના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત જ્યાં ઢાંકણા છે ત્યાં જર્જિરત હાલતમાં કે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે ત્યારે વઢવાણ બોડા તળાવથી મૂળચંદ રોડ પર મામાદેવનું મંદિર આવેલું છે આ રસ્તાનો જીઆઇડીસી તરફ લોકો આવન જાવન માટે ઉપયોગ કરી કરે છે જ્યારે આ રસ્તા ઉપર મંદિર હોવાથી દર્શનાર્થીઓ પણ આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મંદિરની સામે જ પસાર થતી ભૂર્ગભ ગટર ઢાંકણા વગરની ભાસી રહી છે અંદાજે 4થી 5 ફૂટ ઊંડી જાણે પાણીની કૂંડી હોય તેવો દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીં આ ઢાંકણા વગરની ગટરના કારણે પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યારે રાત્રિના સમયે તો લોકોને સાવેચત થઇને આ ખૂલ્લી ગટર પાસેથી પસાર થવું પડી રહ્યું છે આ અંગે આ રસ્તા ઉપરથી પસાર થતા કાનજીભાઈ પઢારીયાએ જણાવ્યું કે આ ખૂલ્લી ગટર એકાએક મારા ધ્યાને આવી હતી આ ઢાંકણા વગરની ગટરના કારણે કેટલીક વાર રસ્તા પર સામસામે વાહનો આવી જતા પણ ટુવ્હીલર ચાલકોને કાળજી રાખવી પડે છે જો રાહદારી, વાહન ચાલકો સમયચૂકતા ન વાપરે તો અકસ્માત થવાનો ઘાટ સર્જાયો છે ત્યારે શું આ સ્થળે કોઇ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ તંત્ર આ ખૂલ્લી ગટરના ઢાંકણાની વ્યવસ્થા કરશે ? સહિતના સવાલો લોકોમાં ખડા થયા હતા.


