AHAVADANG

Dang: સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલનાં ઇલેક્ટ્રીશ્યનની મોટરસાયકલ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલમાં છેલ્લા નવેક વર્ષથી ઇલેક્ટ્રીશ્યન તરીકે કામ કરનાર યુવકે ગતરોજ હોટલનાં ગેટની બહાર આવેલ પાર્કિંગમાં મોટરસાયકલને પાર્ક કરી હતી.ત્યારે ત્યાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે મોટરસાયકલની ચોરી કરી હતી. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યૂ હોટલમાં દિનેશ કાશીરામ ચૌધરી (રહે. નિંબારપાડા તા.વઘઈ જી.ડાંગ)  ઈલેક્ટ્રીશયનના કામ અર્થે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં આવ્યા હતા.અને પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.GJ -30-B-8720 હોટલના ગેટની બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી.ત્યારબાદ હોટલમાં ઈલેક્ટ્રીકનું કામ કરીને આશરે સાડા સાતેક વાગ્યે મોટરસાયકલને પાર્કિંગમાં જોતા તે મળી આવી નહોતી. ત્યારે આસપાસ મોટરસાયકલની શોધખોળ કરવામાં આવી હતી જોકે મોટરસાયકલ ક્યાંય મળી આવી ન હતી.જેથી મોટરસાયકલ ચોરી થઈ હોવાનું જણાય આવ્યુ હતુ.આ મોટરસાયકલ ચોરીને લઈને દિનેશ ચૌધરીએ સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં હે.કો.શક્તિસિંહ સરવૈયાએ મોટરસાયકલ ચોરી અંગેની ફરિયાદ નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!