વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં તેમજ ડીવાયએસપી રાઠોડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ અને વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસએલ કામોળ ની ઉપસ્થિતિ વચ્ચે વાર્ષિક લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેજલપુર ગામના વિવિધ પ્રકાર ના પ્રશ્નો અંગે ની રજુઆત કરવામાં આવી હતી અને વાર્ષિક લોક દરબાર ના અધ્યક્ષ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા ગામજનો ના વિવિધ રજુઆતો સાંભળી હતી અને ગામજનો ને આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો નું જલ્દી નિરાકરણ લાવી શુ અને ડી.વાય.એસ.પી રાઠોડ દ્વારા ગામજનો ને જણાવેલ કે તમારા નાના બાળકો ને વાહન ચલાવવા આપવું નહિ અને નિયમો નું પાલન કરવું અને જો કોઈ નાનો બાળકો જે સગીર હશે અને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ દ્વારા વાહન મલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી તમારૂં બાળક ૧૮ વર્ષ નું થાય તો નિયમો અનુસાર તેઓનું લાયસન્સ કાઢવી નિયમો નું પાલન કરવું તેમજ બાઈક ચાલકો એ ફરજીયાત હેલમેટ નો ઉપયોગ કરવો અને પોલીસ ને સહકાર આપવા વિનંતી કરી હતી આ કાર્યક્રમ ને ગામજનોએ શાંતિ પુર્ણ રીતે સાંભડી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામજનો સાથે પોલીસ સ્ટાફ હાજર રહયો હતો.








