BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાની છેડતી કરી માર મારનાર યુવક વિરૂધ્ધ ફરિયાદ

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાની છેડતી કરી માર મારનાર યુવક વિરૂધ્ધ ફરિયાદ

________________________________

 ટ્યુશને જતી સગીરાનો અવારનવાર યુવક દ્વારા પીછો કરવામાં આવતો હતો

________________________________

ઝઘડિયા તા.૩૧ ઓગસ્ટ ‘૨૪

________________________________

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની કિશોરીનો અવારનવાર પીછો કરતા યુવક વિરૂધ્ધ સગીર‍ની માતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. મળતી વિગતો મુજબ ભોગ બનનાર ૧૬ વર્ષીય સગીરા અભ્યાસ કરતી હોઇ તેણી દરરોજ ટ્યુશને જતી હોય છે. આ દરમિયાન સારસા ગામનો કિરણ અરવિંદ વસાવા નામનો એક યુવક અવારનવાર સગીરાનો પીછો કરતો હતો. દરમિયાન સદર યુવક કિરણ વસાવા ગતરોજ તા.૩૦ મીના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં સગીરાને ચોકલેટ આપતા સગીરાએ ચોકલેટ લેવાનો ઇન્કાર કર્યો હતો,ત્યારબાદ આ યુવકે સગીરાનો હાથ પકડી લઇ તેની છેડતી કરી હતી તેમજ સગીરાને બે ત્રણ ઢિક્કા મારી દીધા હતા. પોતાની સગીર વયની દિકરીનો અવારનવાર પીછો કરીને તેમજ હાથ પકડી છેડતી કરીને માર મારનાર યુવકની હરકતોથી તંગ આવીને સગીરાની માતાએ સદર યુવક કિરણ વસાવા વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. સગીર‍ાની માતાની ફરિયાદ મુજબ અંકલેશ્વર ડિવાયએસપી કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ર‍ાજપારડી પીએસઆઇ કે.બી.મીરની સુચનાથી પોલીસ ટીમ દ્વારા સદર યુવકને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!