NATIONAL

હવામાન વિભાગે દેશના 10 મોટા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં 2 થી 7 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતમાં તો વરસાદે માંડ વિરામ લીધો છે ત્યાં પાછી હવામાન વિભાગની નવી આગાહીએ ચોંકાવી દીધાં છે. હવામાન વિભાગે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાત પણ સામેલ છે. રવિવારે બપોરે એલર્ટ બહાર પાડતાં હવામાન વિભાગે કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, અરુણાચલ પ્રદેશમાં યલો એલર્ટ રહેશે.
હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા હવામાન વિશે અપડેટ મેળવી લે જેથી કરીને તેઓ ખોટી મુસીબતમાં ન ફસાય અને પોતાનું કામ સમયસર કરીને ઘેર આવી શકે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. 2 અને 3 સપ્ટેમ્બરે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. અનુમાન છે કે 5 સપ્ટેમ્બર પછી અહીંના લોકોને ખરાબ હવામાનમાંથી થોડી રાહત મળશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, સદનસીબે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામે લીધો છે તેથી જનજીવન થાળે પડવા લાગ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યલો એલર્ટનો અર્થ છે કે અત્યારે કોઈ ખતરો નથી, પરંતુ ગમે ત્યારે ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે. એટલે કે તે વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો તમે એલર્ટ જારી કર્યા પછી તમારા ઘરથી દૂર હોવ તો તમારા ઘરે પહોંચી જાવ. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા હવામાનની સતત અપડેટ આપતા રહો. આ સિવાય એક મેડિકલ કીટ હંમેશા તમારી સાથે ઘરમાં રાખવી જોઈએ.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં 2 થી 7 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માત્ર ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!