BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર ત્રાલસા ના બાળકો નબીપુર ખાતેના જાહેર જન સેવાકીય સ્થળોની મુલાકાતે, ૮૦ બાળકો મુલાકાતી બન્યા.

Screenshot

ભરુચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમ.ઝેડ.પટેલ વિદ્યામંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તેમણે નબીપુર ગામમાં આવેલ જાહેર જન સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ બાળકોએ નબીપુર ગામ સ્થિત બેન્ક ઓફ બરોડા, નબીપુર પોલીસ સ્ટેશન, નબીપુર પોસ્ટ ઓફીસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં શાળાના ૮૦ જેટલા બાળકો હતા અને તેમની સાથે તેમના શાળાના શિક્ષકો પણ હતા. આ મુલાકાત થી બાળકોને જે માહિતી પૂરી પડાઈ હતી તેનાથી બાળકો પ્રભાવિત થયા હતા.

સમીર પટેલ, ભરુચ

Back to top button
error: Content is protected !!