GUJARATMEHSANAVISNAGAR

જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. હસરત જૈસ્મીને વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે ઉપસ્થિત રહી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યાં.

વૃક્ષા રોપણ અને સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ એક પેડ માં કે નામ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. હસરત જૈસ્મીને વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ એક પેડ માં કે નામ ,સ્વચ્છતાના શ્રમદાન અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

5 જૂનથી  ‘એક પેડ મા કે નામ” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો સામાજીક વનીકરણ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૭.૫ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આપણું ગામ,જિલ્લો હરિયાળો બને એવો પ્રયાસ આપણે કરીએ. આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અંતર્ગત વડનગર તાલુકાના છાબલીયા ગામે ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને જીલ્લાપંચાયત સદસ્ય શ્રી સજનબેન ,તાલુકા પંચાયત પ્રમુખ ભારતી બેન અને સદસ્યો અને ગામના આગેવાનો દ્વારા ‘એક પેડ મા કે નામ ‘ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

બેચરાજી તાલુકામાં પણ બેચર ગામે ધારાસભ્યશ્રી ડો.સુખાજી ઠાકોર અને જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વિરેન્દસિંહ , તાલુકા પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો દ્વારા ‘એક પેડ મા કે નામ ‘ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં ઉત્સાહ ભેર જોડાયા હતા…
“સ્વચ્છતા એ જ સેવા-૨૦૨૪” અંતર્ગત ઊંઝા તાલુકાના નવાપુરા ગામે ઊંઝા ના ધારાસભ્યશ્રી શ્રી કે.કે પટેલ , તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેષભાઈ પટેલ, કારોબારી ચેરમેન,તાલુકા પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો દ્વારા ‘એક પેડ મા કે નામ ‘ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ “સ્વચ્છતા એ જ સેવા-૨૦૨૪” અંતર્ગત સૌએ પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો દ્વારા શ્રમદાન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!