DEVBHOOMI DWARKAKHAMBHALIYA

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા નગરપાલિકામાં સ્વચ્છતા રેલી યોજાઈ

'પ્લાસ્ટિક મુક્ત ભારત', 'સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારત' નારાઓ સાથે વિદ્યાર્થીઓએ નગરજનોને સ્વચ્છતા માટે જાગૃત કર્યા

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન તેમજ નિર્મળ ગુજરાત ૨.૦ ને સાંકળી લઈને તા.૩૧ ઓક્ટોબર સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા જી.વી.જે. સ્કુલ તેમજ દા.સુ. ગર્લ્સ હાઈસ્કુલ તેમજ એસ.એન.ડી.ટી. સ્કુલના સહયોગથી આયોજીત આ રેલીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. નગરપાલિકા ઉદ્યાનથી શરુ થયેલ આ રેલીમાં ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’, ‘સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારત’ નારાઓ લગાવી અને પ્લેકાર્ડ હાથમાં લઈ ખંભાળિયાના રાજમાર્ગો પર નીકળેલાં સ્વચ્છાગ્રહી છાત્રોએ નાગરીકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તેમને સ્વચ્છતાપ્રદ આદતો અપનાવવા પ્રેર્યાં હતાં. વિદ્યાર્થીઓએ ‘ હું છું સ્વચ્છાગ્રહી’ સેલ્ફી પોઈન્ટ પર ફોટા પડાવીને સ્વચ્છતા અપનવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

Back to top button
error: Content is protected !!