BHARUCHJHAGADIYA

રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોનું સાડી ની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું

રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોનું સાડી ની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું

ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે રાજપારડી ગ્રામપંચાયત દ્વારા સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરાયું

 

સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન ચરિતાર્થ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દેશને સ્વચ્છ બનાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. હાલ ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા અભિયાન” દેશભરમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જેને લઇ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા કર્મીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર તેમજ લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશો પ્રસરે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. રાજપારડી ગ્રામપંચાયતના આગેવાનો દ્વારા તમામ સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં રાજપારડી સ્વચ્છ, સુંદર, શિસ્તબદ્ધ અને હરિયાળું બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા દરેક લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તે માટે ગ્રામ પંચાયત રાજપારડી દ્નારા અપીલ કરાઈ હતી.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!