
નરેશપરમાર -કરજણ,
કરજણ અને શિનોર તાલુકા મામલતદારની ઝુંબેશ – જમીન ધારક ખાતેદારના મરણ બાદ વારસાઈ કરવા ટીમોની રચના કરાઈ
જમીન ધારણ કરતા ખાતેદારનું મરણ થયું હોય તેવા ખાતેદારની વારસાઈ કરવા કરજણ-શિનોરના મામલતદાર દ્વારા ઝુંબેશ વડોદરા જિલ્લાના કલેકટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરા જિલ્લામાં અને કરજણ તથા શિનોર તાલુકામાં જેવો જમીન ધારણ કરતા ખાતેદાર છે, પરંતુ ખાતેદાર પૈકી મરણ થયેલ હોય, અને જેઓની વારસાઈ થયેલ ના હોય, તેઓની વારસાઈ કરાવવાની બાકી રહેતી હોય તો તેઓ માટે પ્રાંત અધિકારી કરજણ તથા કરજણ અને શિનોરના મામલતદાર દ્વારા પ્રત્યેક ગામ માટે જરૂરી ટીમો બનાવવામાં આવેલ છે. અને પ્રત્યેક ગામે ટીમ મોકલી વારસાઈના કેસ બનાવવા માટેની કામગીરી હાલમાં ચાલુ છે. જેમાં જમીન ધારણ કરતા મરણ પામેલ હોય, તેવા ખાતેદારોની વારસાઈ કરાવવા માટે જે તે ગામના તલાટી કમ મંત્રી અથવા મામલતદાર કચેરી કરજણ – શિનોરનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવે છે. કરજણ બહાર રહેતા હોય તેવા ખાતેદારોએ આ વારસાઈ ઝુંબેશનો લાભ મેળવી વારસાઈ ઝુંબેશ દરમિયાન વારસાઈ કરાવવા માટે અપીલ કરવામાં શિનોરના ખાતેદાર હોય પરંતુ તાલુકા આવેલ છે.




