BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લા કલેકટરશ્રીતુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


સમીર પટેલ, ભરૂચ
બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા
****
ભરૂચ- શનિવાર- ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરે અરજદારોના પ્રશ્નોને હકારાત્મક રીતે નિવારણ કરવા માટે પણ અધિકારીને સૂચિત કર્યા હતા. આ બેઠકમાં જમીન સંપાદન, બાકી ઓડીટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, સહિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી.
માર્ગ મકાન વિભાગના રોડ રસ્તાના રીપેરિંગ-પેચવર્ક, જમીન સંપાદનની કામગીરી, ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકશાનની બાબત, આધાર કાર્ડ કિટ મંગાવીને આધાર અપડેશન, રેશનીંગ અનાજનો જથ્થો, વિકાસના કામોની ગુણવત્તા પર ભાર મુકીને જનપ્રતિનિધિઓને જાણ કરવી સાથે રાખવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપથી સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસર્વેશ્રીઓ રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામિ, રિતેશવસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લાના અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*****

Back to top button
error: Content is protected !!