BHARUCHGUJARAT

વાગરા: ઉમેર પાર્ક, મરિયમ પાર્ક તેમજ કૌશર પાર્કમાંથી પોલીસે જાહેરનામા ભંગના 3 ગુના નોંધ્યા


સમીર પટેલ, ભરૂચ

આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના તહેવાર અનુસંધાને જિલ્લામાં કોઇ ગંભીર પ્રકારના બનાવો ન બને જે તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયુ છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા એપસી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી મકાન ભાડુઆત ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં વાગરાના ઉમેર પાર્ક, મરિયમ પાર્ક ટ્વિમજ કૌશર પાર્ક વિસ્તારમાંથી મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામાના 3 ગુનાઓ નોંધ્યા હતાં. અને મકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!