GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે મહિલાઓએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

MORBI:મોરબીના પંચાસર રોડ સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે મહિલાઓએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

 

Oplus_131072

મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે મહિલાઓએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી. મળતી વિગતો પ્રમાણે છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. આ અંગે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી ન થતાં રહેવાસીઓની ધીરજ ખુટી હતી અને આજે રોડ ચક્કાજામ કર્યો હતો.

Oplus_131072

સોસાયટીના રહીશ મીરાબેન દેત્રોજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, શ્યામ-1 અને શ્યામ-2માં રોડનું કામ ચાલુ હતુ. જેમાંથી શ્યામ-2માં રોડ બની ગયો છે અને અમારી સોસાયટી શ્યામ-1માં રોડનું કામ અધુરું છે. જેના કારણે જ્યાં જુઓ તો કાંકરી અને રેતીના ઢગલા પડ્યા છે. જ્યાં સુધી રોડનું કામ ચાલુ નહીં કરે ત્યાં સુધી અમે ચક્કાજામ કરીશું. નગરપાલિકામાં રજૂઆત કરી તો જણાવ્યું હતું કે, રોડનું કામ કરી આપીશું પરંતું હજુ સુધી કામ પૂરું થયું નથી. લોકોએ રોષ ઠાલવ્યો હતો સોસાયટીના અન્ય એક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા 90 દિવસથી શ્યામ-1ના રોડનું કામ બંધ પડ્યું છે. આ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસે પણ ચાર વખત રજૂઆત કરવા ગયા હતા. પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી.

Back to top button
error: Content is protected !!