GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

અમીન કોઠારી મહીસાગર
તા.૨૫/૧૧/ ૨૪

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં કુલ ૨૮ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ ૧૫૪ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૧૯ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧.૬૩ લાખ જેટલું થાય છે.

કડાણા તાલુકામાં ૨૭૫ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૩૫ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૬.૦૫ લાખ જેટલું થાય છે અને ખાનપુર તાલુકામાં ૨૪૪ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૩૫ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૪.૮૩ લાખ જેટલું થાય છે.

આમ મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકાનાં કુલ ૬૭૩ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા. આ વીજ જોડાણમાંથી કુલ ૮૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૨.૫૧ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!